પાકિસ્તાનઃ ઈમરાન ખાન માટે બેવડી ખુશી, ચૂંટણી પરિણામો વચ્ચે 12 કેસમાં જામીન મંજૂર..!

રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મેના રમખાણો સંબંધિત 12 કેસોમાં ઈમરાનને જામીન આપી દીધા છે.

Update: 2024-02-10 10:50 GMT

પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો વચ્ચે આજે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મેના રમખાણો સંબંધિત 12 કેસોમાં ઈમરાનને જામીન આપી દીધા છે.

ઈમરાન માટે આ બેવડી ખુશી છે કારણ કે ચૂંટણી પરિણામોમાં પણ તેમની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી છે. આ ઉપરાંત, ઈમરાન ખાનના નજીકના સહયોગી અને પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને 13 કેસમાં જામીન આપવામાં આવ્યા છે. આર્મી મ્યુઝિયમ પર થયેલા હુમલામાં પણ ઈમરાનને જામીન મળી ચૂક્યા છે. કોર્ટે તમામ 12 કેસોમાં 1 લાખ રૂપિયાના પાકિસ્તાની બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

Tags:    

Similar News