પી.એમ.મોદી જશે અમેરિકા ! જો બાયડન સાથે થશે મુલાકાત

Update: 2021-09-04 05:27 GMT

આ વર્ષની શરુઆતમાં રાષ્ટ્રપતિ તરીકે જો બાયડનના સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીનો પહેલો અમેરિકા પ્રવાસની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં પીએમ મોદીના આ કાર્યક્રમને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જો બધુ જ બરાબર ચાલ્યુ તો 22થી 27 સપ્ટેમ્બરની વચ્ચે અમેરિકાનો પ્રવાસ કરી શકે છે. પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની વચ્ચે પહેલી ફેસ ટુ ફેસ મુલાકાત હશે.

આ પહેલ તે બન્ને નેતા ઓછામાં ઓછી 3 વાર વર્ચ્યૂઅલ સમિટ મુલાકાત કરી ચૂક્યા છે. સૌથી પહેલા આ બન્ને આ વર્ષે માર્ચના ક્વાર્ડ શિખર સમ્મેલનમાં મળ્યા હતા. આ બાદ જળવાયુ પરિવર્તન સમ્મેલન અને છેલ્લે જી -7ની બેઠકમાં મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019 માં મોદી અમેરિકા ગયા હતા. ત્યારે હવે બે વર્ષ બાદ ફરી પ્રવાસ કરી રહ્યા છે. મનાઈ રહ્યું છે કે આ પ્રવાસ દરમિયાન બન્ને પક્ષો ભારત -પ્રશાંત વિસ્તારના એક મહત્વકાંક્ષી એજન્ડા પર વાતચીત કરી શકે છે. ચીને બન્ને દેશોની ચિંતા વધારી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે મોદીના પ્રવાસ દરમિયાન વોશિંગ્ટનમાં ક્વાર્ડ નેતાઓના શિખર સંમેલનની યોજના બનાવાઈ રહી છે. પરંતુ જાપાન પીએમ યોશિહિદે સુગાએના રાજીનામા બાદ સ્થિતિ થોડી બદલાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર ક્વાર્ડ નેતાઓના વ્યક્તિગત શિખર સમ્મેલનમાં મળવાની આછા ઓછી છે. પરંતુ મોદી અને જો બાયડન આમાં વ્યક્તિગત રુપે સામેલ થશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરિસન અને જાપાનના સુગા વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાઈ શકે છે. અંગ્રેજી અખબાર મુજબ પીએમના એજન્ડાને આકાર આપવા માટે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ વોશિંગ્ટનમાં બાયડન પ્રશાસનના મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને તેમના ઉપ સચિવ વેન્ડી શર્મન પણ સામેલ હતા. કહેવાઈ કહ્યું છે કે તેમની સાથે રાજનીતિક દ્વિપક્ષીય સંબંધો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે અને અફઘાનિસ્તાનમાં હાજર સ્થિતિ પર વાતચીત કરવામાં આવી છે.

Tags:    

Similar News