ચીનના જન્મદર રેકોર્ડમાં ઘટાડો, 2021ના આંકડાએ ચિનફિંગ સરકારની ચિંતા વધારી

વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન તેની વસ્તીને લઈને ચિંતિત છે. જનસંખ્યા અંગેના જે નવા આંકડા બહાર આવ્યા છે

Update: 2022-01-17 09:39 GMT

વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન તેની વસ્તીને લઈને ચિંતિત છે. જનસંખ્યા અંગેના જે નવા આંકડા બહાર આવ્યા છે તેનાથી ચીનની સરકાર ચિંતિત છે. તાજેતરમાં જ જિનપિંગ સરકારે ત્રણ બાળકોની પરવાનગી આપી હતી. આમ છતાં અહીં બાળકોનો જન્મ દર ખરાબ રીતે ઘટી ગયો છે.

નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, 2021માં ચીનમાં જન્મ દર 1,000 લોકો દીઠ 7.52ના રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. ઝડપથી વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા માટે ચીનમાં દાયકાઓ સુધી વન ચાઈલ્ડ પોલિસી અમલમાં હતી, જેને ચીની સરકારે 2016માં બે બાળકોની મર્યાદા સાથે બદલવામાં આવી હતી. બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના આંકડાઓ અનુસાર, જન્મ દર 1949 પછી સૌથી નીચો હતો. ડેટા અનુસાર, 2021 માટે ચીનની વસ્તીનો કુદરતી વૃદ્ધિ દર માત્ર 0.034 ટકા હતો જેમાં સ્થળાંતરનો સમાવેશ થતો નથી. આ આંકડો 1960 પછીનો સૌથી ઓછો છે. પિનપોઇન્ટ એસેટ મેનેજમેન્ટના મુખ્ય અર્થશાસ્ત્રી ઝિવેઇ ઝાંગે જણાવ્યું હતું કે વસ્તી વિષયક પડકાર જાણીતો છે, પરંતુ વસ્તીની વૃદ્ધત્વ અપેક્ષા કરતાં સ્પષ્ટપણે ઝડપી છે. આ સૂચવે છે કે ચીનની કુલ વસ્તી 2021 માં તેની ટોચે પહોંચી હશે, ઝાંગે જણાવ્યું હતું. તે એ પણ દર્શાવે છે કે ચીનની સંભવિત વૃદ્ધિ અપેક્ષા કરતાં વધુ ઝડપથી ધીમી પડી રહી છે. ડેટા દર્શાવે છે કે 2021માં એક કરોડ 6 લાખ 20 હજાર બાળકોનો જન્મ થયો હતો જ્યારે 2020માં એક કરોડ 20 લાખ બાળકોનો જન્મ થયો હતો. 2020 માં જન્મ દર 1,000 લોકો દીઠ 8.52 ટકા હતો.

Tags:    

Similar News