શહબાજ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે, આજે રાતે શપથ ગ્રહણ કરે એવી શક્યતા

શહબાજ શરીફ આજે રાતે શરીફ લે તેવી શક્યતા છે.સ્પીકર અયાઝ સાદિકે ભૂલથી નવાઝ શરીફને નવા વડાપ્રધાન જાહેર કરી દીધા હતા

Update: 2022-04-11 12:56 GMT

શહબાજ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે. સોમવારે સંસદમાં વોટિંગ પહેલાં ઈમરાન ખાનની પાર્ટી (PTI)ના તમામ સાંસદો અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ રાજીનામું આપી દીધું છે. ઈમરાનની પાર્ટી તરફથી PM પોસ્ટના કેન્ડિડેટ શાહ મોહમદ કુરૈશીએ નામ પરત લઈ લીધું છે. શહબાજ શરીફ આજે રાતે શરીફ લે તેવી શક્યતા છે.સ્પીકર અયાઝ સાદિકે ભૂલથી નવાઝ શરીફને નવા વડાપ્રધાન જાહેર કરી દીધા હતા. પરંતુ તેમણે તુરંત જ પોતાની ભૂલ સુધારી દીધી હતી અને કહ્યું હતું કે, હું માફી માંગુ છું. મિંયા મોહમ્મદ નવાઝ શરીફ દિલ-દિમાગમાં છવાલેયા છે.

આ દરમિયાન, 3 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેનાર ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીએ એ જ ચર્ચાસ્પદ બનેલા પત્રને સંસદમાં બતાવ્યો હતો, જે 27 માર્ચે ઈમરાનની ઈસ્લામાબાદની રેલી બાદ ચર્ચામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતુ કે વિદેશી ષડયંત્રને કારણે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે.ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનમાં વિરોધપ્રદર્શનનો નવો સિલસિલો શરૂ થઈ ગયો છે. રવિવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના હજારો કાર્યકર્તાઓએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતુ. આ પહેલાં ઈમરાન ખાને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આઝાદી માટે એક નવી લડાઈ શરૂ કરવાની વાત કરી હતી.

Tags:    

Similar News