શીખ નેતા રિપુ દમન મલિકની કેનેડામાં ગોળી મારીને હત્યા,જાણો સમગ્ર મામલો..?

કેનેડામાં રહેતા મૂળ ભારતીય વિવાદિત શીખ નેતા રિપુ દમન સિંહ મલિકની ગુરુવારે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

Update: 2022-07-15 06:24 GMT

કેનેડામાં રહેતા મૂળ ભારતીય વિવાદિત શીખ નેતા રિપુ દમન સિંહ મલિકની ગુરુવારે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. તેમની હત્યા ગુરુવારે સવારે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં થઈ. રિપુ દમન સિંહ મલિક નું નામ વર્ષ 1985માં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અપહરણ કેસમાં સામે આવ્યું હતું

રિપુ દમન સિંહ મલિક ના સંબંધી એ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે મને નથી ખબર કે રિપુદનની હત્યા કોણે કરી, તેમની નાની બહેન કેનેડા પહોંચી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ રિપુ દમન મલિક પર ગુરુવારે સવારે લગભગ 9 વાગે ઓફિસ બહાર ફાયરિંગ કરવામાં આવ્યું. મલિકને એટલા નજીકથી ગોળી મારવામાં આવી હતી કે તેમનું બચવું અશક્ય હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ જે જગ્યાએ રિપુ દમન માલિકની હત્યા થઈ ત્યાંથી થોડે દૂર એક બળેલી કાર પણ મળી આવી છે. જો કે પોલીસ હજુ આ બંને ઘટના સાથે કોઈ કનેક્શન જોડી શકી નથી. એવું કહેવાય છે કે આ ટાર્ગેટ કિલિંગ ની ઘટના હતી જેને સુનિયોજિત રીતે પ્લાન કરી ને અંજામ આપ્યો. રિપુ દમન સિંહ નું નામ કથિત રીતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ષડયંત્રમાં નામ આવ્યું હતું. વર્ષ 1985માં થયેલી આ ઘટનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 182 જેને કનિષ્ક પણ કહેવાય છે તે 23 જૂન 1985 વા રોજ કેનેડાથી ઉડીને ભારત આવવા નીકળી હતી. તે સમયે આયરલેન્ડના દરિયા કિનારે પહોંચતા ત્યાં જોરદાર ધડાકો થયો અને પ્લેનના ચિથરા ઉડી ગયા હતા. આ ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 329 લોકોના જીવ ગયા હતા

Tags:    

Similar News