રશિયન હુમલાનો છઠ્ઠો દિવસ : દૂતાકાસ દ્વારા ભારતીયોમાટે ખાસ ઈમરજન્સી એડ્વાઇઝરી જાહેર કરાઇ, જાણો વધુ…

યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલીક કિવ છોડી દેવા જણાવ્યું છે.

Update: 2022-03-01 08:15 GMT

યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલીક કિવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમરજન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે, ઉપરાંત ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત હવે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝ આપી દીધી છે. જેમાં તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક ધોરણ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે.

ભારતીય નાગરિકોએ આજના દિવસમાં કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપી દેવામાં આવ્યા છે રશિયાની સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલાં મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધીનું હતું.

Tags:    

Similar News