કાબુલ એરપોર્ટ પર ISIS ના હુમલાની આશંકા; અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી

અમેરિકાએ કહ્યું કે કાબુલ એરપોર્ટથી દૂર રહ્યા છે. આઇએસઆઇએસ તેમને ટાર્ગેટ બનાવી શકે છે

Update: 2021-08-22 12:52 GMT

અમેરિકા અફઘાનિસ્તાનના કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના હુમલાની આશંકા વચ્ચે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ કહ્યું કે કાબુલ એરપોર્ટથી દૂર રહ્યા છે. આઇએસઆઇએસ તેમને ટાર્ગેટ બનાવી શકે છે.

તમને જણાવી દઇએ કે અમેરિકાએ ટાર્ગેટ રાખ્યો છે કે તે 31 ઓગસ્ટ સુધી પોતાના તમામ નાગરિકોને અફઘાનિસ્તાનથી નિકાળશે. કાબુલ એરપોર્ટ પર અત્યારે અમેરિકી સેનાની સુરક્ષામાં છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત તે લોકો જ કાબુલ એરપોર્ટ પર આવે જેમને અમેરિકન સરકારના પ્રતિનિધિએ પર્સનલ રીતે યાત્રા કરવા માટે કહ્યું છે.

અમેરિકન રક્ષા અધિકારીઓએ કહ્યું કે તે અફઘાનિસ્તાનની બગડતી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઇ અન્ય રસ્તો શોધી રહ્યું છે.

અમેરિકા તરફથી આઇએસઆઇએસના સંભવિત હુમલા વિશે વધુ જાણકારી આપી નથી. જોકે આઇએસઆઇએસ તરફથી કાબુલમાં હુમલો કરવાની સાર્વજનિકરૂપથી ધમકી પણ આપવામાં આવી નથી.

નોંધનીય છે કે, આતંકવાદી સંગઠન તાલિબાન એક અઠવાડિયા પહેલાં કાબુલ સહિત અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં કબજો કરી લીધો. તાલિબાને કાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને આપી છે. અફઘાનિસ્તાન છોડીને જવા માટે કાબુલ એરપોર્ટ બહાર ભીડ જમા છે. લોકો અફઘાનિસ્તાના શાસનથી ડરેલા છે.

Tags:    

Similar News