અફઘાનિસ્તાનમાં નાગરિકોને એરલિફટ કરવા ગયેલું યુક્રેનના વિમાનનું અપહરણ

Update: 2021-08-24 09:56 GMT

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ ફરીથી તાલિબાનનું શાસન આવતા અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા દરેક દેશ તેમના વિમાનો મોકલી રહયાં છે. અફઘાનિસ્તાનથી યાત્રીઓને લેવા માટે પહોંચેલાં યુક્રેનના વિમાનનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુક્રેનના એક વિમાનને હાઈજેક કરવામાં આવ્યું છે. આ વિમાન યુક્રેનના નાગરિકોને વતનમાં પરત લાવવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યું હતું. યુક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિનેના જણાવ્યાં મુજબ ગત રવિવારે કેટલાક લોકોએ અમારા વિમાનને હાઈજેક કર્યું હતું. જેને કેટલાક અજ્ઞાત લોકોએ પોતાના કબજામાં લઈ લીધું છે.

મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે, જેમાં અજ્ઞાત લોકો છે. સમાચાર એજન્સીના જણાવ્યાં મુજબ જે લોકોએ આ વિમાનને હાઈજેક કર્યુ છે તે દરેક હથિયારોથી સજ્જ હતા. હજી એ જાણકારી મળી નથી કે કોણે આ વિમાનને હાઈજેક કર્યુ છે. યૂક્રેન દ્વારા સતત પોતાના લોકોને અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે અત્યાર સુધી 83 લોકોને કાબુલથી કીવ સુધી લાવવામાં આવ્યા છે. તેમાં 31 યૂક્રેની નાગરિક પણ સામેલ હતા. અફઘાનિસ્તાનમાં હજી પણ 100થી વધારે યુક્રેનના નાગરિકો ફસાયેલાં છે જેમને વતન પરત લાવવાની કવાયત ચાલી રહી છે.

Tags:    

Similar News