યુક્રેનના રાષ્ટ્રપતિનો ભાવનાત્મક સંદેશ, 'રશિયા મને મારવા માંગે છે, પરિવાર દુશ્મનોના નિશાને'

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 લોકો માર્યા ગયા છે

Update: 2022-02-25 08:59 GMT

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 લોકો માર્યા ગયા છે, ઘણા ઘાયલ થયા છે. બીજી બાજુ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયાને તેમના અને તેમના પરિવારના જીવન માટે ખતરો ગણાવ્યો છે.

એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા તેમને મારવા માંગે છે. ઝેલેન્સકીએ રશિયાને પોતાના પરિવાર માટે ખતરો પણ ગણાવ્યો છે. તેણે કહ્યું કે હું દુશ્મનોનું પ્રથમ નિશાન છું, પછી મારો પરિવાર. ખતરો જોઈને મારો પરિવાર છુપાઈ ગયો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા રાજ્યના વડાની હત્યા કરીને યુક્રેનને રાજકીય રીતે નષ્ટ કરવા માંગે છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારના કામ માટે જરૂરી તમામ લોકો સાથે સરકારી ક્વાર્ટરમાં રહે છે.

તેણે પુનરોચ્ચાર કર્યો કે તે અને તેનો પરિવાર "દેશદ્રોહી" નથી. રાષ્ટ્રપતિએ નાગરિકોને ચેતવણી આપી કે દુશ્મન કિવમાં પ્રવેશી ચૂક્યો છે. હું રહેવાસીઓને અપીલ કરું છું કે સાવચેત રહો અને કર્ફ્યુના નિયમોનું પાલન કરો. ઝેલેન્સકીએ ગુરુવારે સાંજે કહ્યું કે રશિયન હુમલામાં દેશમાં 137 લોકો માર્યા ગયા છે. જેમાં 10 અધિકારીઓ અને 13 બોર્ડર ગાર્ડનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હુમલામાં 316 લોકો ઘાયલ પણ થયા છે.

Tags:    

Similar News