અંકલેશ્વર ONGC ખાતે 62માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ

Update: 2017-08-15 02:07 GMT

અંકલેશ્વર ONGC ખાતે 62માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે એસેટ મેનેજર દ્વારા ONGCનાં પ્રતીક સમાન ધ્વજ ફરકાવીને સૌને શુભેચ્છા પાઠવી હતી.

દેશનાં તેલ ક્ષેત્રની અગ્રગણ્ય ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કંપની લી.નાં 62માં સ્થાપના દિન નિમિત્તે એસેટ મેનેજર પી કે દિલીપે જણાવ્યુ હતુ કે દેશમાં ONGCનાં તેલક્ષેત્રમાં અંકલેશ્વરનું ખુબજ યોગદાન રહ્યુ છે, અને ગુજરાત ઔદ્યોગિક હબ છે અને પેટ્રોલિયમ સેક્ટરમાં ગુજરાત શક્તિ બન્યુ છે, જેમાં ONGCનું મોટુ યોગદાન રહ્યુ છે.

ONGC સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News