અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સપાર્ક ખાતે પાણી પુરી ખાતા 29 લોકોને ખોરાકી ઝેરની થઇ અસર

Update: 2017-06-16 13:28 GMT

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્ક નજીકમાં પાણી પુરીનો ચટાકો લેતા 29 જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી.જેના કારણે ગાર્ડનમાં ફરવા માટે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જોગર્સ પાર્ક ખાતે તારીખ 15મીની રાત્રીએ કૈલાશ પાણી પુરીની લારી પર પાણી પુરીના શોખીનોએ પાણી પુરી ખાધી હતી.જેમાં 29 જેટલા લોકોને પેટમાં દુખાવો અને બળતરા તેમજ ઇન્ફેક્શન થયાની ફરિયાદો ઉઠી હતી.

ખોરાકી ઝેરની અસર થતા તમામને જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવતા તમામની તબિયતમાં સુધારો થયો હતો,અને હોસ્પિટલ માંથી રાત્રેજ રજા આપવામાં આવી હતી.

આ અંગે નોટીફાઈડના સત્તાધીશોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીપુરીની લારી પરથી જરૂરી નમૂના લઈને પૃથ્થકરણ અર્થે લઇ જવામાં આવ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર દિનેશભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે 29 લોકો પાણીપુરી ખાવાથી ફૂડ પોઇઝનિંગ ફરિયાદ ઉઠી હતી અને જે અંગે જરૂરી તપાસ શરુ કરવામાં આવી છે.

Tags:    

Similar News