અંકલેશ્વર: ધી કોસમોસ કૉ.ઓપેરેટીવ બેંક લી.અંકલેશ્વર શાખાની ૧૨મી વર્ષગાંઠ ઉજવાઇ

Update: 2019-06-19 12:21 GMT

ધી કોસમોસ કૉ.ઓપેરેટીવ બેંક લી.અંકલેશ્વર શાખા ની ૧૨મી વર્ષગાંઠ તા.૧૮/૦૬/૨૦૧૯ ના રોજ શાખામાં જોરશોર થી ઉજવણી કરવામાં આવેલ.આ પ્રસંગે શાખાના દરેક સ્ટાફ મેમ્બર માં વધારે ઉત્સાહ જોવા મળેલ.

આ પ્રસંગે બેંકના ગુજરાત રિજનલ ઓફીસ ના વરિષ્ઠ મહા વ્યવસ્થાપક અવિનાશ રાણા,સહાયક મહા વ્યવસ્થાપક આશિષ પેટકર, અને બેન્ક ના ગુજરાત વિભાગ ના માર્ગદર્શક સમિતિના સદસ્ય મુકેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નિમંત્રીત અતિથિઓમાં માનસિંગભાઈ ડોડીયા(મહામંત્રી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ.), દિનેશભાઇ મેદંપરા(વરની ગેસટેક પ્રા. લી.), કલ્પેશભાઈ કોઠીયા(રેની લાઇફસાયન્સ), પંકજભાઈ માંગરોલિયા(કરુનેશ રેમેડિસ), કૃણાલભાઈ પ્રજાપતિ(ગોપસી ફાર્મા પ્રા.લી), ઘનશ્યામભાઈ શિયાની(ઓરિયન્ટ રેમેડિસ),વનરાજભાઈ જૈન,શ્રીમતી કોકિલાબેન પટેલ(બી.ડી.સી.સી.બેંક)તથા અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી ટ્રસ્ટ હોસ્પિટલ ના વરિષ્ઠ ડો. ચંદ્રકાન્ત કાસટ(M.D. PHY)જેમને ડાયાબિટીસ અને બી.પી ની વિનામૂલ્યે તપાસ કરી માર્ગદર્શન આપેલું હતું.

ધી કોસમોસ કો.ઓ.બેન્ક લી.ભારત સહકારી ક્ષેત્ર માં જૂની અગ્રણીય બેંક છે.ભારત ના સાત રાજ્યો માં ૧૪૦ શાખા દ્વારા વ્યવહાર કરે છે.બેંક નો કુલ કારોબાર રૂ.૨૬,૦૦૦ કરોડ થી વધારે છે. બેંક ને RBI તરફ થી શિડયુલ કો.ઓ.બેંક નો દરજ્જો મળેલ છે તેમજ બેંકમાં થાપણ તથા લૉન માટે વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે. તેમજ બેંક ના તમામ વ્યવહારો ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કોર બેંકીંગ પ્રણાલીમાં ચાલે છે.

Similar News