અંકલેશ્વર : મા શકિત મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ફુડ કીટનું વિતરણ

Update: 2020-04-23 08:59 GMT

અંકલેશ્વરના મા શકિત મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અંકલેશ્વર તેમજ આસપાસ આવેલાં ગામોમાં જરૂરીયાતમંદોને ફુડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું છે અને તેના કારણે ધંધા અને રોજગાર બંધ થઇ જતાં રોજનું કમાયને રોજ ખાતા લોકોની હાલત દયનીય બની છે. રાજય સરકાર તથા સેવભાવી સંસ્થાઓ આવા જરૂરીયાતમંદ લોકો સુધી સહાય પહોચાડી રહી છે. અંકલેશ્વરના મા શકિત ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પણ લોકો ભુખ્યા ન સુઇ જાય તે માટે બીડુ ઝડપવામાં આવ્યું છે. સંસ્થા તરફથી અંકલેશ્વર તેમજ આસપાસ આવેલાં કોસમડી, મોડા ફળિયા, વ્હાઇટ કોલોની, દીવા, ટેકરા ફળિયા, અંદાડા, ભડકોદ્રા, રામકુંડ, ભરૂચીનાકા, કાપોદરા, સહિતના વિસ્તારોમાં રહેતાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.

આ ભગીરથ કાર્યમાં સંસ્થાના શકિતબેન રાજપુત, મંજુબેન પ્રજાપતિ, નરેન્દ્રભાઇ ભટ્ટ, જયેન્દ્રસિંહ ભરથાણીયા, જુમ્માસિંગ સહિતના આગેવાનો જોડાયાં હતાં. અત્યાર સુધીમાં 1,400થી વધારે ફુડ કીટનું વિતરણ કરી ચુકવામાં આવ્યું છે.

Tags:    

Similar News