અંકલેશ્વર શહેર ડેપોમાં સ્વચ્છ ભારત અભિયાનનું સુરસુરીયું

Update: 2018-03-19 13:48 GMT

અંકલેશ્વર શહેર ડેપોમાં સ્વચ્છ ભારત અભિયાનનું સુરસુરીયું એસટી નિગમ સ્થાનિક તંત્રની બેડકરીએ જોવા મળી રહ્યું છે.સીએસઆઈ અંતર્ગત ઓ.એન.જી.સી દ્વારા ઉભા કરેલ ટોયલેટ બ્લોકમાં દારૂની બોટલ અને સરસામાન મુકવામાં આવે છે. લાખો રૂપિયા ખર્ચે બનેલ ટોયલેટ ચાલુ કર્યા વિના જ ખડેર હાલત સાથે અંદર નળ ચોરી તો ટાઇલ્સ ની તોડફોડ કરાય છે.

[gallery td_select_gallery_slide="slide" ids="44160,44161,44162,44163"]

એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય બનાવા પર ભાર મૂકી રહી છે. તો બીજી તરફ સરકાર નાજ એસીટી નિગમ દ્વારા સ્વચ્છતાનો છેદ ઉડાડી લખો રૂપિયા ખર્ચે ઓએનજીસી જેવી મલ્ટી નેશનલ કંપની દ્વારા બનાવી આપેલ ટોયલેટ બ્લોકને માત્ર દેખાડા પૂર્વક એસટી ડેપો સંચાલક દ્વારા ચાલુ કરાયા બાદ બંધ કરી દેવામાં આવ્યું છે. જે હાલ અંદર નળની ચોરી તમેજ અન્ય સાધનો ચોરી થઇ ગયા છે. તો અંદર સામન મુકાવામાં આવી રહો છે. એટલુંજ નહિ દારૂનું ખાલી બોટલો પણ અંદર એકત્ર કરવામાં આવી રહી છે. અને લાખો રૂપિયા ખર્ચે બનેલ આધુનિક સુવિધા થી સજ્જ ટોયલેટ બ્લોક હાલ બિન ઉપયોગી બન્યું છે. જેને લઇ બસમાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ મહિલા ટોયલેટ બંધ કરી પુરુષ ટોયલેટ જવા માટે મજુબર કરાય હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે સરકારનાજ એસટી વિભાગની બેડકરીને લઇ હાલ સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું તેમજ વિભાગ દ્વારા કરાય રહ્યું છે.

Tags:    

Similar News