અંકલેશ્વરઃ પરિવાર ખેતી કરવા ગયો, તસ્કરો ઘરમાંથી રૂ. 48500 ની મત્તા ચોરી ગયા

Update: 2018-07-26 16:16 GMT

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રાજસ્થાની પરિવારનાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અંદાજે સવા મહિનાથી બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 48500 ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકાન બંધ કરી પરિવાર રાજસ્થાન ગયું હતું. જે 16 મી જૂનના રોજ રાજસ્થાન ગયા બાદ 25 મી જુલાઈએ પરત ફરત ઘરમાં ચોરી થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. શહેર પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વરનાં સુરતીભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 488 માં રહેતા અમરારામ રણછોડરામ બામણીયા પત્ની સાથે ગત 16 જૂનના રોજ મકાન બંધ કરી રાજસ્થાન ખાતે વતનમાં ખેતી કામ અર્થે ગયા હતા. જ્યાં પત્નીના પગે ફ્રેક્ચર થતા તેઓ ત્યાં રોકાઈ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.

ઘરમાંથી રોકડ રૂપિયા 6 હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 48500 રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાદમાં ગત 25 મી જુલાઈના રોજ અમરારામ પરત અંકલેશ્વર આવતાં ધરે ચોરી થઇ હોવાનું જણાયું હતું. જે અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવ સંદર્ભે અમરારામ બામણીયાની ફરિયાદ નોંધી એફ.એસ.એલ. ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્ષર્ટ ની મદદ થી વધુ તપાસ આરંભી હતી.

Tags:    

Similar News