અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયને ઇન્ટરનેશનલ સ્કુલ એવોર્ડ થી સન્માનિત કરાઈ 

Update: 2017-11-25 07:56 GMT

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની ગટ્ટુ વિદ્યાલયને બ્રિટિશ કાઉન્સીલ દ્વારા મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ સ્કુલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.

ગટ્ટુ વિદ્યાલય દ્વારા બ્રિટિશ કાઉન્સીલ હેઠળ 53 જેટલા દેશોની શાળાઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ કરીને શિક્ષણ, સંસ્કૃતિ, તહેવારો સહિતની બાબતો અંગે કલ્ચર એક્ષચેન્જ પ્રોગ્રામનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

ગટ્ટુ સ્કૂલ દ્વારા શાળાનાં અભ્યાસ ક્રમમાં ગ્લોબલ એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા ક્રિટિકલ થીંકીંગ, સહયોગ, કોમ્યુનિકેશન, પ્રોબ્લેમ સોલવિંગ અને ગ્લોબલ સીટીઝનસીપનો સમાવેશ કરીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવામાં આવ્યો હતો.

ગટ્ટુ સ્કૂલની આ પ્રવૃત્તિને બ્રિટિશ કાઉન્સીલ દ્વારા બિરદાવવામાં આવી હતી,અને તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા એવોર્ડ સેરેમનીમાં ગટ્ટુ વિધાયલને ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ 2017 - 2020 દ્વારા બ્રિટિશ કાઉન્સીલ દ્વારા એનાયત કરીને સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગટ્ટુ સ્કૂલનાં આચાર્ય ડો.અંશુ તિવારી, ISA કોર્ડીનેટર વર્ષા પરગટ દ્વારા શાળાને મળેલા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડનાં સન્માનને સ્વીકારવામાં આવ્યુ હતુ.

 

 

Tags:    

Similar News