અંકલેશ્વરમાં યુપીએલ દ્વારા વાઉ મહોત્સવનું આયોજન કરાયુ

Update: 2018-02-22 10:28 GMT

અંકલેશ્વરની યુપીએલ દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ વીઆર યુનાઇટેડ ( વાઉ ) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં જિલ્લાની શાળાનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ નેચર પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

અંકલેશ્વરની યુપીએલ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આયોજીત વાઉ મહોત્સવમાં ભરૂચ જિલ્લાનાં 9 તાલુકાની 725 પ્રાયમરી, સેકન્ડરી ,હાયર સેકન્ડરી શાળાનો સંપર્ક કરવામાં આવતા 2031 જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એ નેચર રિલેટેડ ડ્રોઈંગ કર્યુ હતુ, અને જેની પ્રદર્શની જીઆઇડીસીનાં નવજીવન ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં 108 જેટલા સ્પર્ધક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને 1 થી 4 ક્રમાંક આપીને સર્ટિફિકેટ તેમજ પ્રોત્સાહન રાશી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ બે દિવસીય કાર્યક્રમ પ્રસંગે શાળાનાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમનાં અધિકારી આર.બી.ત્રિવેદી, જિલ્લા શિક્ષણ અધિકારી ડોડીયા, સામાજિક કાર્યકર મીરાબેન પંજવાણી, RFO જે.પી.ગાંધી, સામાજિક કાર્યકર ડો.હરીશ શાહ, યુપીએલનાં સીએસઆર હેડ ઋષિ પઠાનીયા, સીએસઆર મેનેજર નાથભાઈ ડોડીયા, તેમજ યુપીએલનાં વિવિધ યુનિટનાં યુનિટ હેડ તથા વિવિધ યુનિટનાં સીએસઆરનાં વોલેન્ટરી તેમજ શાળાનાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં લોકોએ પણ નેચર પેન્ટિંગનું પ્રદર્શન નિહાળીને વિદ્યાર્થીઓ ને બિરદાવ્યા હતા.

 

Tags:    

Similar News