અંકલેશ્વરમાં સ્વ.કવિ પતીલની પુણ્યતિથી નિમિતે કવિ સંમેલન યોજાયુ

Update: 2017-03-19 12:41 GMT

વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના ડિન સ્વ.ડો.જગદીશ ગુર્જર ને શ્રદ્ધાંજલિ અપાઈ

અંકલેશ્વરના મુર્ધન્ય સાહિત્યકારો સ્વ.મગનભાઈ બુધરભાઈ પટેલ ઉર્ફે કવિ પતીલ તેમજ સ્વ.કવિ મધુસુદન જોષીની પુણ્યતિથી નિમિતે પાટીલ સ્મારક સમિતિ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર શહેરની જે એન પીટીટ લાઇબ્રેરી ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પતીલ સ્મારક સમિતિ અંકલેશ્વરના નેજા હેઠળ યોજાયેલ કવિ સંમેલનમાં અંકલેશ્વર તેમજ ભરૂચના કવિઓએ મૌલિક કાવ્યકૃતિ નો રસાસ્વાદ કરાવ્યો હતો.

કવિ સંમેલનના પ્રારંભે જાણીતા વિવેચક તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ડિન સ્વ.ડો.જગદીશ ગુર્જરને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

ભરૂચ એમ કે કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડો.બોમી કાવીના તેમજ કડકિયા કોલેજના તુષાર સોનીએ સ્વ.ડો. જગદીશ ગુર્જરને શબ્દાંજલિ અર્પતા જણાવ્યું હતુ કે તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક શુન્ય અવકાશ સર્જાયો છે.

આ કવિ સંમેલનમાં ભરૂચના કવિ બિમલ ચૌહાણ, પ્રભુદત્ત ભટ્ટ, હરિવદન જોષી, પ્રમોદ પંડયા, કમલેશ ચૌધરી, વિરેન ઘડિયાળી, પૂજા વિભાંતિક, અંકલેશ્વરના કવિઓ આલાપ કાપડીયા, કેયુર પાઠક, દેવાનંદ જાદવ, હરીશ જોષી, બિપિન વાઘેલા, સહિત કવિઓએ સ્વરચિત રચનાઓ નું રસપાન કરાવ્યુ હતુ.

Tags:    

Similar News