અધિકમાસના પ્રારંભે વડોદરામાં ધનપાઠ પારાયણની શરૂઆત, રોજ થશે વેદોનું પઠન

Update: 2018-05-16 12:11 GMT

હિન્દૂ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. દર ચાર વર્ષે એક અધિક માસ આવતો હોય છે. અધિક માસમાં દાન દક્ષિણા તેમજ વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. વડોદરામાં અધિક પૂરુષત્તોમ માસ નિમિત્તે ધનપાઠ પારાયણનું આયોજન મહારુદ્ર હનુમાન સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું છે.

આજથી શરૂ થતા અધિક પુરુષત્તોમ મહિનામાં વડોદરાના બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કૃષ્ણ યજુર્વેદ ધનપાઠનો શભારંભ કરવામાં આવ્યો હતો. આ ધનપાઠમાં વડોદરાના 16 જેટલા વિદ્વાન બ્રાહ્મણો શાત્રોક્ત રીતે વેદોનું સામૂહિક રીતે પઠન કરશે. વેદોનું પઠન અધિક મહિના દરમિયાન રોજ કરવામાં આવશે. આજથી થયેલ શુભારંભમાં દ્વારકેશલાલજી મહારાજ, દંડીસ્વામી અનિરુદ્ધઆનંદતીર્થ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ધનપાઠ પારાયણનો તેમના હસ્તો શુભારંભ કરાવાયો હતો.

Similar News