અયોધ્યામાં દિવાળી પર્વે 3 લાખ દીવડા પ્રગટાવી સર્જાયો વર્લ્ડ રેકોર્ડ

Update: 2018-11-07 05:03 GMT

દીપોત્સવ મહોત્સવમાં દક્ષિણ કોરિયાની ફર્સટ લેડી કિમજોંગ સુક પણ હાજર હતા

ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વખતે ખાસ દિપોત્સવીની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે કેટલાંક શહેરોનાં નામ પણ બદલવાની હોડ ચાલી રહી છે. આમ યોગી સરકારે દિવાળી ટાણેં અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે. દિવાળી પર્વની ઉજવણીનાં ભાગરૂપે અયોધ્યામાં દીપોત્સવ 2018 અંતર્ગત સરયૂ નદીનાં કિનારે 3,01,152 દીવા પ્રગટવવામાં આવ્યા હતા. જેને ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ અવસરે ગિનીઝ બુક ઓફ રેકોર્ડનાં અધિકારીઓ પણ અયોધ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગી સરકારે ખાસ આયોજન કર્યું હતું. કાર્યક્રમનાં સફળ થયા બાદ ગિનીઝ બુકના અધિકારીઓએ સીએમ યોગીને પ્રમાણપત્ર સોપ્યું હતું. આ દરમિયાન યુપીનાં રાજ્યપાલ રામ નાઇક, લાલજી ટંડન અને દક્ષિણ કોરિયાની ફર્ષ્ટ લેડી કિમજોંગ સુક પણ હાજર હતા.

સીએમ યોગીએ આ તબક્કે જાહેરાત કરી હતી કે, ફૈઝાબાદ જિલ્લાનું નામ આજથી અયોધ્યા કરવામાં આવ્યું છે. અયોધ્યાની સાથે કોઇ અન્યાય કરી શકતું નથી. સીએમ યોગીએ આ નિર્ણયને ગુડ ન્યુઝ ગણાવ્યા હતા. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, આગામી ચૂંટણી પહેલાં સરકાર હિંદુત્વ ઉપર વધુ ભાર આપવામાં લાગી છે. યોગીએ વધુમાં જણાવ્યું કે, અમે સત્તામાં એટલા માટે આવ્યા છે કે, જેથી અયોધ્યામાં કોઇ અન્યાય ન થાય. પ્રત્યેક ભારતીય જાણે છે કે, અયોધ્યા શું ઇચ્છે છે. જોકે તેમણે રામ મંદિરનું નામ લીધું નહતું.

આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે અલ્હાબાદનું નામ બદલવા અંગે વિરોધ કરનારાઓને ઉત્તર આપતા જણાવ્યું હતું કે, લોકો કહી રહ્યા છે કે, કેમ અલાહાદનું નામ બદલી નાખ્યું, નામથી શું થાય છે? મેં તેમને જણાવ્યું તમારા માતા-પિતાએ તમારું નામ રાવણ અને દુર્યોધન કેમ નથી રાખ્યું?

 

Similar News