અરગામા ગામે નેરોલેક કંપની દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

Update: 2017-09-25 11:15 GMT

સાયખા કેમિકલ ઝોનમાં સમાવિષ્ટ નેરોલેક કંપનીએ અરગામા ગામે બ્લડ ચેકઅપ મેડીકલ કેમ્પનું આયોજન કર્યું હતુ. મેડિકલ કેમ્પમાં વોરાસમની, જુનેદ, સલાદરા અને અરગામા ગામના 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

કેમ્પમાં ઉપસ્થિત લોકોને આરોગ્ય લક્ષી માહિતી તજજ્ઞોએ આપી હતી. નેરોલેક કંપનીએ સીએસઆર પ્રવૃત્તિને વેગવંતી બનાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો .સીંગ,નેરોલેકના યુનિટ હેડ રાજેશ પટેલ, એચઆર હેડ ભાર્ગવ પટેલ, ઇ.એચ.એસ એક્ઝીક્યુટીવ દિવ્યેશભાઈ, અરગામા સરપંચ ઐયુબભાઈ, ઝાકીરભાઇ વોરાસમની, ગુલામભાઈ, અશોક પટેલ, કંપનીના કર્મીઓ સહિત ગામનાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

Tags:    

Similar News