આ સ્વતંત્રતા દિવસે બનાવો ખાસ ત્રિરંગી ઢોકળા

Update: 2016-08-15 09:05 GMT

સામગ્રી

- 1 વાટકી ચોળાની દાળ

- 1 વાટકી ચણાની દાળ

- 1 વાટકી લીલા ફોલેલા વટાણા

- સ્વાદાનુસાર મીઠું

- 1 ચમચી આદુ-મરચાં

- ¼ ટેબલસ્પૂન હળદર

- ચપટી સોડા

- અડધુ લીંબુ

- 2 ચમચી કોથમીર

બનાવવાની રીત :-

1) બંને દાળને 4 કલાક પહેલા જુદી જુદી પલાળી રાખવી અને વટાણાને પણ જુદા ફોલીને વાટવા.

2) ચણાની દાળને વાટી રાખી મુકાવી

3) તેમાં લીંબુનો રસ, અડધી ચમચી સોડા,મીઠું, આદુ, મરચા, અને થોડી હળદર નાંખવી અને ખુબ ફીણવું

4) ચોળાની દાળમાં મીઠું, આદુ,મરચા,અને થોડો સોડા નાખવો

5) વટાણામાં પણ તે પ્રમાણે જ કરવું.

6) હવે ઢોકળા કરતી વખતે થાળીમાં તેલ લગાવી પહેલા ચોળાની દાળનું ખીરું, ઉપર વટાણાનો ચોંડો અને સૌથી ઉપર ચણાની દાળનું ખીરું પાથરી ઢોકળા બનાવવા

 

Similar News