આજથી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉતરશે દિગ્ગજ નેતાઓ

Update: 2019-10-13 04:45 GMT

PM મોદી -રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી રેલીઓને સંબોધન

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતરશે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે.

પીએમ મોદી આજે બપોરે 12 વાગ્યે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવમાં રેલીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેના બાદ આજે 4 વાગ્યે ભંડારા જિલ્લાના સકોલીમાં બીજી રેલી કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી રાજ્યમાં કુલ નવ રેલીઓને સંબોધશે. પીએમ મોદી આગામી દિવસોમાં હરિયાણામાં પણ રેલીઓ કરશે.

બીજી તરફ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના લાતુરમાં આજે પહેલી જનસભાને સંબોધશે. તેના બાદ મુંબઈના ચાંદીવલી અને ધારાવી વિસ્તારોમાં પણ પાર્ટી ઉમેદવારો માટે વોટ માંગશે. લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેઓ આજે ત્રણ જનસભા અને એક રોડ શો કરશે. ભાજપા વરિષ્ઠ નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પાર્ટી ઉમેદવારો માટે રેલીઓ કરશે. તેઓ હરિયાણામાં આજે ત્રણ રેલીને સંબોધન કરશે.

શિવસેના પ્રમુથ ઉદ્ધવ ઠાકરે પણ આજ મહારાષ્ટ્રમાં પાંચ ચૂંટણી જનસભાને સંબોધન કરશે.

Similar News