આજે સવાયા ગુજરાતી સપૂત અને ભારતના ઉદ્યોગ જગતના પિતા સ્વ. શ્રી જમશેદજી ટાટાનો જન્મદિવસ

Update: 2019-03-03 05:33 GMT

જમશેદજી નુસીરવાનજી તાતા નો જન્મ ૩ માર્ચ, ૧૮૩૯ ના રોજ ગુજરાતના નવસારી શહેર માં થયો હતો. તેઓને ભારતના ઉદ્યોગ જગતના પિતા માનવામા આવે છે.

જમશેદજી ટાટા દેશવિદેશમાં ફરતા ત્યારે ફાઇવ સ્ટાર હોટેલમાં રહેતા હતા. યુરોપની કેટલીક ફાઇવ સ્ટાર હોટેલોમાં કાળા ભારતીયોને પ્રવેશ આપવામાં આવતો નહોતો. આ જોઇ જમશેદજી ટાટાએ ભારતમાં પણ ફાઇવ સ્ટાર હોટેલ બનાવવાનું સપનું જોયું હતું. આ સપનું તેમના જીવનકાળ દરમિયાન સાકાર થયું હતું. ઇ.સ.૧૯૦૩માં જમશેદજી ટાટાના હસ્તે મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા સામે ભારતની પહેલવહેલી ફાઇવ સ્ટાર તાજમહાલ હોટેલનું ઉદ્ઘાટન થયું હતું.

જમશેદજી ટાટાનું ત્રીજું સપનું ભારતમાં વિજ્ઞાનના સંશોધન માટેની વિશ્વકક્ષાની સંસ્થા શરૂ કરવાનું હતું. તેમણે બેંગલોરમાં સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરીને આ સપનું પણ પૂરું કર્યું હતું. ભારતીય અણુકાર્યક્રમના જનક ડૉ. હોમી ભાભા મુંબઇમાં વિજ્ઞાન સંશોધન માટેની સંસ્થા શરૂ કરવા માગતા હતા. તેમણે ઇ.સ.૧૯૪૫માં ટાટા જૂથના તત્કાલીન અધ્યક્ષ જેઆરડી ટાટાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે માતબર દાન આપીને ચેમ્બુરમાં વિજ્ઞાન સંસ્થા શરૂ કરાવી હતી, જે આજે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના નામે વિજ્ઞાનના સ્કોલરો તૈયાર કરી રહી છે.

જમશેદજી ટાટાનું ચોથું સપનું ભારતમાં વીજળી મથકની સ્થાપના કરવાનું હતું. આ માટે તેમણે ટાટા પાવર કંપનીનો પાયો નાખ્યો હતો. તે માટે ખપોલી ખાતે પાવર હાઉસની સ્થાપના કરવામાં આવી હતી અને ખંડાલા ઘાટમાં નદીઓ પર બંધો બાંધવામાં આવ્યા હતા. આજની તારીખમાં ટાટા પાવર ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર કંપની છે.

 

Similar News