એક હતી ચકલી અને એક હતો ચકલો, હવે વાર્તા માંજ જીવંત રહ્યા

Update: 2017-03-20 06:41 GMT

એક હતી ચકલી અને એક હતો ચકલો. આ બાળ વાર્તા બાળક ઘરમાં પાપા પગલી ભરે અને કાલુઘેલુ બોલતુ થાય ત્યાર થી તેને કહેવામાં આવે છે. જોકે એક સમયે ઘરના બારી દરવાજા ખુલ્લા હોય ત્યારે ચીં ચીં કરીને આવતુ નાના કદનું પક્ષી આજે લુપ્ત થઇ ગયુ છે.

ઘરમાં દીવાલ પરના ફોટા પાછળ, કે ખૂણે ખાંચરે માળો બનાવતી ચકલી પણ પરિવારના સભ્યની જેમ રહેતી હતી, પરંતુ સમયની સાથે હવે આ નાનકડુ નિર્દોષ પક્ષી માત્ર વાર્તામાં જ જીવંત રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

વિશ્વ ચકલી દિને માત્ર ચકલી જ નહિ પરંતુ અન્ય પક્ષીઓને પણ લુપ્ત થતા બચાવવા જનજાગૃતિ જરૂરી છે. કનેક્ટ ગુજરાતના વિડીયો જર્નાલિસ્ટ ગૌરાંગ દત્ત દ્વારા તેઓના કેમેરામાં પાણી પીતા ચકા ચકલીની અલભ્ય છબી કંડારી છે, જાણે આ પંખીનો પરિવાર પણ પોતાના અસ્તિત્વની ચિંતા અંગે વાત કરતા હોય તેવું તસવીરમાં દ્રષ્ટિગોચર થાય છે.

 

Tags:    

Similar News