એમ્બ્યુલન્સનો ચાલક બન્યો મહિલા દર્દી માટે તારણ હાર

Update: 2017-06-08 13:06 GMT

છોટાઉદેપુર થી દર્દીને લઇને નીકળેલી એમ્બ્યુલન્સને પંકચર પડી ગયુ હોવા છતાં એમ્બ્યુલન્સ ચાલકે હિંમત કરીને પંકચર થયેલી એમ્બ્યુલન્સને સયાજી હોસ્પિટલ લઇ આવ્યા હતા. અને મહિલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કેશોદની એમ્બ્યુલન્સ એક મહિલા દર્દીને લઇ વડોદરા સયાજી હોસ્પિટલમાં આવવા માટે નીકળી હતી. ગંભીર હાલતમાં મહિલા દર્દીને લઇને વડોદરા આવી રહેલી એમ્બ્યુલન્સ વડોદરા સયાજી હોસ્પિટલ પહોંચે તે પહેલા વડોદરાથી 4 કિલો મિટર દૂર એમ્બ્યુલન્સના પાછળના વ્હીલને પંકચર પડયુ હતુ.

વ્હિલને પંકચર પડતા જ દર્દી અને દર્દીના પરિવારજનો મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. આ સાથે એમ્બ્યુલન્સનો સ્ટાફ અને ડ્રાઇવર પારસીંગ રાઠવા પણ દ્વિધામાં મૂકાઇ ગયા હતા. એક તબક્કે ડ્રાઇવરે એમ્બ્યુલન્સને પંકચર પડતા રસ્તાની સાઇટ ઉપર ઉભી કરી દીધી હતી.

જોકે, એમ્બ્યુલન્સમાં સારવાર માટે કણસતી મહિલાની હાલત જોઇ ડ્રાઇવર પારસીંગભાઇએ હિંમત કરીને પંકચર પડેલી એમ્બ્યુલન્સને 4 કિલો મીટર સુધી સિફત પૂર્વક ચલાવી સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. અને દર્દી એમ્બ્યુલન્સમાં અંતિમ શ્વાસ લઇ લે તે પહેલા સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં દાખલ કરી દીધી હતી.

એમ્બ્યુલન્સના ચાલક પારસીંગભાઇ રાઠવાએ જણાવ્યુ હતુ કે, એમ્બ્યુલન્સના પંકચર પડેલા ટાયર-ટ્યૂબ કચડાઇ જવા કરતા દર્દીને સમયસર સારવાર મળે તે અગત્યનું હતુ. જ્યારથી 108 એમ્બ્યુલન્સ ચલાવવાની નોકરી કરું છું. ત્યારથી આજદિન સુધીમાં આવી ક્યારેય ઘટના બની નથી. મારા ડ્રાઇવીંગના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી. મારુ એક માત્ર ધ્યેય મહિલા દર્દીને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવાનું હતુ.

પંકચર થયેલી એમ્બ્યુલન્સ પલટી ખાય ન જાય તે પણ ધ્યાનમાં રાખવાનું હતુ. પરંતુ, ભગવાનની કૃપાથી એમ્બ્યુલન્સને પંકચર હોવા છતાં હું એમ્બ્યુલન્સને સહિસલામત હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. અને એમ્બ્યુલન્સમાં દર્દથી પિડાતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

Similar News