કવાલ ખાતે ગ્રામ્ય કમલકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર

Update: 2019-02-08 12:31 GMT

વલસાડ જિલ્લાના કવાલ ખાતે વાપી તાલુકા પંચાયત તથા વાપી તાલુકા સરપંચ સંઘ આયોજિત ગ્રામ્ય કમલકમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ ઉપસ્થિત રહી ક્રિકેટ ખેલાડીઓને ખેલદીલી પૂર્વક રમવાની પ્રેરણા આપી હતી.

આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશને મજબૂત બનાવવામાં યુવાનોનો ફાળો મહત્ત્વનો છે અને ક્રિકેટ જેવી રમતો સંગઠિત બનવાની પ્રેરણા આપે છે ત્યારે દેશના હિત માટેના કાર્યોમાં યુવાનો ખભેખભા મીલાવી સંપૂર્ણ સહયોગ આપે તે જરૂરી છે.

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કરાયા અને પંડોરની ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં કરાયાની ટીમે પ્રથમ દાવ લઇ ૬૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે લક્ષ્યાંક પંડોરની ટીમે ૩.૩ ઓવરમાં જ પૂર્ણ કરી વિજેતા બની હતી.

આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઇ પટેલ, સરપંચ કરૂણાબેન, અગ્રણી મનોજભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કમિટિના સભ્યો, જિલ્લા/ તાલુકા પંચાયત સદસ્યો, રહી ક્રિકેટ ખેલાડીઓ હાજર રહ્યા હતા.

Similar News