કારેલા રાખશે વરસાદની ઋતુમાં બીમારી થી દૂર

Update: 2016-07-13 00:30 GMT

ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય નું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાણીપીણીને લગતી બાબતો અંગે વધુ સતેજ રહેવું પડે છે. ચોમાસામાં કારેલા આરોગવાથી બિમારી દૂર રહે છે. પરંતુ કડવા કારેલા લોકોને ઓછા ભાવે છે. તો આજે અમે કડવા કારેલાને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય તેવી રેસીપી રજૂ કરી રહ્યા છીએ.

ભરેલા કારેલા બનાવવા માટેની સામગ્રી

- 250 ગ્રામ કારેલા

- 1 ચમચી આદુ-લસણ-મરચાંની પેસ્ટ

- 1 ચમચી શેકેલા સીંગદાણાનો ભૂકો

- 5 ચમચી ચણાનો લોટ

- 1 ચમચી ધાણજીરું

- 1 ચમચી ગરમ મસાલો

- અડધી ચમચી ચાટ મસાલો

- અડધી ચમચી હળદર

- 1 ચમચી લાલ મરચું

- 1 ઝીણી સમારેલી ડુંગળી

- 3 ચમચા તેલ

- સ્વાદાનુસાર મીઠું

ભરેલા કારેલા બનાવવાની રીત

- બધા કારેલાને ધોઇ,છોલી તેમાં એક તરફ લાંબો ચીરો કરવો.

- કઢાઇમાં 1 ચમચો તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાં-લસણી પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, ચણાનો લોટ, મરચું,સીંગદાણાનો ભૂકો,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો વગેરેને ભેગુ કરી શેકી લેવુ. ત્યારબાદ તેમાં મીઠું નાંખવું.

- ત્યારબાદ તૈયાર કરેલો મસાલો બધા કારેલામાં ભરી લેવો.

- મસાલો ભરેલા કારેલાને વરાળમાં બાફી લેવા.

- ફરી કઢાઇમાં 2 ચમચા તેલ મૂકી જીરાનો વઘાર કરી તેમાં બાફેલા કારેલા નાંખવા.

- થોડીવાર ચઢવા દઇ ઉતારી લેવું. ભરેલા કારેલા તૈયાર છે તેને કોથમીરથી ગાર્નિશ કરી પીરસવું.

Similar News