કેન્સર પીડિત બાળકોના લાભાર્થે વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કરાયું એક ચેરિટી શોનું આયોજન

Update: 2019-06-12 13:19 GMT

સામાજિક સેવાકીય ક્ષેત્રે કાર્યરત શહેરની વિ હેલ્પ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કેન્સર પીડિત બાળકોના લાભાર્થે ૯મી જૂન, રવિવારના રોજ અમદાવાદના એચ.કે. હોલ,આશ્રમ રોડ ખાતે વિશેષ ચેરિટી શો "રૂપિયાની રાણી ને ડોલરિયો રાજ્જા" આયોજિત કરવામાં આવ્યો હતો.

સામાજિક સેવાકીય ક્ષેત્ર દાયકાથી કાર્યરત સામાજિક સંસ્થા વિ હેલ્પ ફાઉન્ડેશન ચેરિટી શોનું અમદાવાદ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નાટક "રૂપિયાની રાણી ને ડોલરિયો રાજ્જા"એ લોકોને મનોરંજન પુરૂ પાડ્યુ હતુ. દર વર્ષે ઓગસ્ટ મહિનામાં આવતા ફ્રેન્ડશીપ ડેની કેન્સર પીડિત બાળકો સાથે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે અને તેને અનુલક્ષીને દર વર્ષે ચેરીટી શોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષથી અનોખી રીતે આ ઉજવણી કરવામાં આવે છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="98547,98548,98549,98550,98551,98552,98553,98554,98555,98556"]

આ કાર્યક્રમની શરૂઆત સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, ત્યારબાદ સંસ્થાપક નિરવ શાહ દ્વારા સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રોજેક્ટ વિદ્યા, પ્રોજેક્ટ વાત્સલ્ય વિશેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના સ્વયંસેવકો, દાતાઓ અને સહયોગી સંસ્થાઓ વિશાળ ઉપસ્થિત રહ્યા હતા અને નાટકની મજા માણી હતી.

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા વિશેષ ઉપસ્થિત રહેનાર કુણાલ પટેલ, વિકાસસિંગ રાજપૂત, સ્નેહલભાઇ શાહ તથા નાટકના દિગ્દર્શક નિશિથ બ્રહ્મભટ્ટનું સમ્માન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News