ખરચ ગામે સવા લાખ અંગૂસ્થ શિવલિંગો બન્યા શ્રદ્ધાળુઓમાં આકર્ષણ

Update: 2019-08-30 11:06 GMT

શ્રાવણ માસના અંતિમ દિવસે સુરતના શિવ મંદિરો માં શિવ ભક્તો નો ઘોડાપુર ઉંમટયું હતું. શ્રાવણ સુદ અમાસનો અંતિમ દિવસ હોઈ સુરતના કોસંબા નજીક ખરચ ગામે આવેલ અને દક્ષિણ ગુજરાતના પ્રથમ એવા વાંસના મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી.

દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસના પ્રારંભની સાથે જ પૂજારીઓ દ્વારા પવિત્ર નદી માંથી માટી મંગાવી માટી અને ગૌ મૂત્ર તેમજ ગંગા જળ મિશ્રિત કરી પૂજન કરી અંદાજીત ત્રણ ફૂટના પ્રધાન શિવલિંગ નિર્માણ કરી તેનું આખા શ્રાવણ માસ દરમિયાન શુદ્ધ ઘી થી અભિષેક કરી અખંડ ધુણી તેમજ તંત્ર મંત્ર સાથે આહુતિ આપવામાં આવતા ભાવિક ભક્તો ભાવ વિભોર બન્યા હતા.

ત્યારે શ્રાવણ માસ માં અંતિમ દિવસ મોટી સંખ્યામાં શિવ ભક્તો ૨૦૦ થી વધુ મહિલાઓ દ્વારા વહેલી સવાર થી સવા લાખ અંગૂસ્થ શિવલિંગો બનાવી તેનું પૂજન અર્ચન કરી મહા આરતી કર્યા બાદ પવિત્ર નદી માં વિસર્જન કરવામાં આવ્યું હતું.

Similar News