ગીર સોમનાથ જિલ્લામાં વાયુ વાવાઝોડાના કારણે સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીના કર્યા શ્રીગણેશ

Update: 2019-06-18 13:21 GMT

ગીર સોમનાથ જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરથી થયેલી મેઘ મહેરનાં લીધે ખેડૂતોએ વાવણીનાં શ્રીગણેશ કર્યા છે. 5 થી 11 ઇંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. જિલ્લા ભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણી શરૂ કરવામાં આવી હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાવાથી વાયુ નામનું વાવઝોડું સક્રિય થયા બાદ ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતાં સમગ્ર ગીર પંથકનાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને આજે વહેલી સવારથી કોઈ બળદ ગાડા લઈ ને તો કોઈ ટ્રેકટર લઈને વાવણી કરવા લાગ્યા છે. જોકે આમ તો ગત વર્ષનું ચોમાસુ ગીર સોમનાથ જિલ્લા માટે અતિવૃષ્ટિ સમાન હતું. પરંતુ પાણીની દ્રષ્ટિએ સારું એવું રહેતા શિયાળુ ઉનાળું પાકો પણ સારા એવા લીધા હતા.આ વર્ષે છેલ્લા બે દિવસ થી ગીર પંથકમા મેઘમહેર થતા ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે.ખેડૂતોનાં કહેવા મુજબ દરેક ગામોના ખેતી કરતા ખેડૂતો આજ વાવણી મા જોતરાયા છે.

સારો વાવણી લાયક વરસાદ થતા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરાયા છે. જોકે ખેડૂતો ઇશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે વાવણી બાદ વરસાદ વહેલો આવે અને ઉત્પાદન સારું રહે તેમજ યોગ્ય ભાવ મળે. પાકની દ્રષ્ટિએ ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યતવે મગફળીનું વાવેતર વધુ થાય છે. અને ત્યારબાદ બાજરી, જુવાર, મગ અડદ સહિતના વાવેતર કરવામાં આવે છે.

Similar News