ગુજરાતની ત્રણ રાજયસભાની બેઠક માટે મતદાન

Update: 2017-08-08 05:06 GMT

ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મતદાન શરુ થયુ હતુ,સવારે 9 કલાકે શરુ થયેલા મતદાનમાં શંકરસિંહ વાઘેલાનાં સમર્થક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને રાજ્યનાં રાજકારણના સમીકરણો બદલી નાખ્યા છે.

ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપ માંથી અમિત શાહ ,સ્મૃતિ ઈરાની,અને બળવંતસિંહ રાજપૂત તેમજ કોંગ્રેસ માંથી અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી છે,ત્રણ બેઠકો પર ચાર ઉમેદવારોની શાખ અને બંને રાજકીય પક્ષો માટે આ જંગ પ્રતિષ્ઠા ભર્યો બની ગયો છે.

જોકે મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ બાપુ જૂથે પણ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના પાટિયા હચમચાવી દીધા છે,અને અહમદ પટેલ માટે જીતવુ અઘૂરુ સાબિત થઇ રહ્યુ છે.

સવારે 9 કલાકે શરુ થયેલુ મતદાન સાંજે 4 કલાક સુધી ચાલશે, અને 5 વાગ્યા થી મતગણતરી શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બપોર સુધીમાં ક્રોસ વોટિંગનાં આંકડા બહાર આવશે તેના પરથીજ હાર જીતનો નિર્ણય સ્પષ્ટ થઇ જશે.જોકે ક્રોસ વોટિંગ શરુ થતા અહમદ પટેલની હાર નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

 

 

Similar News