ઘોઘા અને દહેજ વચ્ચેની રોરો ફેરીનો બુધવાર થી થશે પુનઃ પ્રારંભ

Update: 2018-01-23 11:34 GMT

ભાવનગરનાં ઘોઘા થી દહેજ સુધી રોરો ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જોકે લિંક સ્પાનનાં કામ અર્થે ફેરી સર્વિસને હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી.

ઘોઘા ખાતે 96 મીટર લાંબો વિશ્વનો પ્રથમ લિંક સ્પાન તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થતા હવે પેસેન્જર ફેરી સર્વિસ તારીખ 24મી જાન્યુઆરી બુધવારની સવારનાં 5 વાગ્યા થી પુનઃ શરુ કરવામાં આવશે.

વધુમાં હવે ટૂંક સમયમાં ગુડઝ ફેરી પણ શરુ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 

Similar News