છ સબમરિન બનાવવાની યોજનાને રક્ષા મંત્રાલયે આપી મંજૂરી

Update: 2019-02-01 05:42 GMT

રક્ષા મંત્રાલય દ્વારા ગુરૂવારના રોજ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષામંત્રાલયે ભારતીય નેવીને મદદરૂપ થાય તે માટે છ સબમરીનના સ્વદેશ નિર્માણને મંજૂરી આપી દીધી છે. રક્ષામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છ સબમરીન બનાવવામાં ૪૦ હજાર કરોડ જેટલો ખર્ચો થઈ શકે છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, આ નિર્ણય રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા રક્ષા ખરીદ પરિષદ (ડીએસી)ની બેઠકમાં લેવામાં આ‌વ્યો હતો.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે થલસેના માટે લગભગ પાંચ હજાર મિલાન ટેન્ક રોદી મિસાઈલ્સની ખરીદીને પણ મંજૂરી આપી છે. અધિકારીઓએ કહ્યું કે, આ પ્રોજેક્ટ પાર્ટનરશિપ મોડલની સ્ટ્રેટેજી અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે. જેને વિદેશી રક્ષા નિર્માતાઓ સાથે મળીને ભારતમાં કેટલાક સૈન્ય પ્લેટફોર્મ બનાવવામાં માટે એક પ્રાઈવેટ ફર્મને જવાબદારી સોંપવાની વ્યવસ્થા કરે છે.

સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ મોડલ અંતર્ગત લાગુ થનારો આ બીજો પ્રોજેક્ટ હશે. નવા મોડલ અંતર્ગત લાગૂ થવા માટે સરકારના મંજૂરીવાળા પહેલા પ્રોજેક્ટમાં ૨૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ભારતીય નેવી માટે ૧૧૧ હેલીકોપ્ટરની ખરીદી કરવામાં આવી હતી

Similar News