જાણો કંગના રણૌત કઈ શર્ત પર કરવા માંગે છે રાજનીતિમા એન્ટ્રી

Update: 2018-03-21 12:03 GMT

બોલિવુડની જાણીતી એકટ્રેસ કંગના રણૌત પોતાના બિંદાસ સ્વભાવને લઈ જાણીતી છે. ભુતકાળમા અનેક વાર એવી વાતો સામે આવી છે જ્યારે ગંભીર થી ગંભીર મુદ્દા પર કંગના એ પોતાના આધુનિક વિચારો રજુ કર્યા હોઈ. ત્યારે હાલમા જ દિલ્હીમા એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમા પોતે નરેન્દ્ર મોદીની ખૂબજ મોટી ફેન હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે એંકર દ્વારા તેને પુછવામા આવ્યુ હતુ કે શુ તે ભવિષ્યમા રાજનિતીમા આવવા માગશે કે કેમ. ત્યારે એંકર દ્વારા પુછવામા આવેલ સવાલના જવાબમા કંગના એ કહ્યુ હતુ કે ચોક્કસ હુ રાજનીતિમા આવવા માંગુ છુ. પંરતુ મારી એક શર્ત છે કે મને મારી મર્જી પડે તે રીતે બોલવા મળે તેમજ મારી મર્જી મુજબના મને કપડા પહેરવા મળે.

સૌ કોઈ જાણે છે કંગનાને કોઈ પણ જાતની પાબંધી ગમતી નથી હોતી. ભુતકાળમા કંગના પોતાના અનેક ફિલ્મોમા બોલ્ડ તેમજ સેક્સી સીન આપી ચુકી છે. કંગના રણૌતે નરેન્દ્ર મોદી અંગે ટીપ્પણી કરતા જણાવ્યુ હતુ કે જ્યારે કોઈ દેશના પ્રધાનમંત્રી ભુતકાળમા ચા વહેંચતા હોઈ તે જે તે વ્યક્તિની મહત્વકાંક્ષાની જીત નથી પરંતુ લોકશાહીની જીત છે. કંગના એ કહ્યુ હતુ કે મોટાભાગે રાજનીતિ કરવા વાળાને ખોટા સમજવામા આવે છે. જ્યારે કે રાજનિતી એક સારૂ ક્ષેત્ર છે. હા પણ એક વાત છે કે રાજનિતી કરવા વાળી વ્યક્તિઓમા ડ્રેસિંગ સેન્સ હોતી નથી. હુ જેવુ બોલુ છુ જેવા કપડા પહેરૂ છુ જો તે સાથે કોઈ રાજનૈતિક પાર્ટી મને તેની પાર્ટીમા સમાવિષ્ટ કરવા માંગતી હોઈ તો તેમા મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી.

 

Tags:    

Similar News