જાણો જગવિખ્યાત એવા મહેરાનગઢના કિલ્લા વિશે

Update: 2016-11-15 01:30 GMT

શરૂઆતથી જ રાજસ્થાન તેના મશહૂર અને બેનમૂન કિલ્લાઓ માટે જાણીતું છે. જોધપુરમાં આવેલ મહેરાનગઢનો કિલ્લો તેના બાંધકામ અને કારીગરી માટે જગવિખ્યાત છે. શહેરથી 400 ફૂટની ઉંચાઈએ બાંધવામાં આવેલ આ કિલ્લાને કુલ 7 દરવાજા છે. આજે આ કિલ્લો ભારતના સર્વશ્રેષ્ઠ સંગ્રહાલયોમાનું એક છે.

આ કિલ્લાના બંધ કામની શરૂઆત ઈ.સ. 1459 માં જોધપુરના શાસક રાવ જોધાએ કરી હતી જે જસવંતસિંહ ના સમયમાં (1638-78) માં પૂર્ણ થયું હતું ભારતીય ભૂસ્તરશાસ્ત્ર સંસ્થાન દ્વારા તેને રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર કરાયો છે. આ કિલ્લામાં સંગ્રહાલય રૂપે અનેક વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે જે તે સમયના બાંધકામ અને શ્રેષ્ઠ કારીગરીની ઝાંખી કરાવે છે.

ચામુંડા માતાજી નો મંદિર :-

ચામુંડા માતાજી રાવ જોધાના માનીતા દેવી હતાં, તેમણે તેમની મૂર્તિ ૧૪૬૦માં પ્રાચીન પાટનગર મંડોરથી મંગાવીને મેહરાનગઢમાં પ્રસ્થાપિત કરાવી.આ દેવી મહારાજા અને રાજ પરિવારની ઈષ્ટ દેવી હતાં અને આજે પણ જોધપુરના પ્રજાજનો દ્વારા પૂજાય છે.દશેરાના દિવસે લોકોના ટોળાના ટોળા મેહરાનગઢમાં દર્શન માટે આવે છે.

મોતી મહેલ :-

રાજા સૂરસિંહ દ્વારા બંધાયેલ મોતી મહેલ મેહરાનગઢના યુગ ઈમારતોમાં સૌથી મોટી ઈમારત છે. સૂરસિંહના મોતી મહેલમાં પાંચ નાની બેઠકો છે જે ચાલી તરફ દોરે છે; કહે છે કે આ બેઠકો તેમની પાંચ રાણીઓ માટે દરબારની કાર્યવાહી જોવા બનાવેલી હતી.

શીશ મહેલ :-

આ મહેલમાં આરીસાના નાના નાના ટુકડા ન વાપ્રતા મોટાં એકરૂપ આરીસા વાપરવમાં આવ્યાં છે. પ્લસાર પર બનેલ ધાર્મિક ચિન્હોની આરીસા ઉપર મઢામણી એ અહીં ની એક અન્ય વિષેશતા છે.

ફૂલ મહેલ :-

મહારાજા અભયસિંહ દ્વારા ફૂલ મહેલ બંધાવવામાં આવ્યો. મેહરાનગઢના યુગ કક્ષોમાંનિ સૌથી વૈભવી એવો આ ખંડ મનોરંજન નએ પ્રમોદને સમર્પિત નીજી અને ખાસ કહંડ હતો; એક સમયે નૃત્યાંગનાઓ અહીંની સોનેરી ભાતથી સુશોભિત છત નીચે નાચી નાચીને થાકી જતાં બેહોશ થઈ જતી હતી.

તખત વિલાસ :-

મેહરાનગઢમાં રહીનારા જોધપુરના અંતિમ શાસક મહારાજા તખતસિંહ(દ્વારા બંધાવાયેલ આ મહેલ પરંપરા અને શૈલિઓનો અનોખો મિશ્રણ છે. છતપર શીશાના ગોળા આદિ આધુનિક સજાવટૅના ચિન્હો છે જે બ્ઋશરો સાથે ભારતમાં આવ્યાં હતાં.

અંબાડી અને પાલખી :-

અંબાડી લાકડામાંથી બનાવવામાં આવતી અને તેની પર સોના / ચાંદીનું નક્શી કામ કરીને તેને હાથી પર બાંધવામાં આવતી હતી જેમાં રાજવીઓ બેસીને વિહાર કરતા હતા. અને બીજી તરફ લાકડાની સુંદર કોતરણી યુક્ત લાકડાની પાલખીનો ઉપયોગ ઉચ્ચ વર્ણની મહિલાઓ તેમજ રાજ પરિવારો દ્વારા 20 ની સદીમાં વિહાર દ્વારા થતો હતો.

દૌલત ખાના અને શસ્ત્રાગાર:-

મહેરાનગઢ ના કિલ્લામાં આવેલ સંગ્રહ કક્ષોમાં દોલત ખાના નો પણ સમાવેશ થાય છે જેમાં મોગલકાળના સૌથી મહત્ત્વના અને સંરક્ષિત સુશોભન અને ઉપયોગી કળાઓના નમૂનાઓ આવેલ છે જે તે સમયની કળાની વૈવિધ્યતાને પ્રદર્શિત કરે છે.

તથા શાસ્ત્રગારમાં જોધપુરના ઇતિહાસના દરેક કાળના વપરાતાં શસ્ત્રોના નમૂના છે. રત્ન જડીત, ચાંદીના, ગેંડાના શિંગડા, હાથી દાંત ના હાથા વાળી તલવાર,માણેક નીલમ અને મોતી જડેલી ઢાલ, નાળચા પર સોના અને ચાંદી મઢેલ બંદૂક, વગેરે અહીં આવતા પર્યટકોનું મન મોહી લે છે.

આ સિવાય અહીં ના મુખ્ય આકર્ષણમાં રાજાઓની નીજી તલવારો પણ છે તેમાં ખાસ કરીને રાઓ જોધાની તલવાર જેનું વજનલગભગ ૩.૫ કિલોની આસપાસ છે, અકબર ની તલવાર અને તૈમુરની તલવાર મુખ્ય છે.

ચિત્રો , પાઘડીઓ અને વાદ્યો :-

અહીં મારવાડ-જોધપુરના કલાકારોની ચિત્રના નમૂના નો પણ સંગ્રહ કરાયો છે તેમજ રાજસ્થાનની પ્રચલિત એવી દરેક જાતિ ,ધર્મ અને ઉત્સવોમાં પહેરવા ખાસ પાઘડીઓને પણ સાચવવામાં આવી છે. આ સિવાય દરેક વિસ્તારમાં અને અલગ અલગ જાતિ દ્વારા વગાડાતા વાદ્યો પણ અહીં પ્રદર્શિત થાય છે.

Similar News