જિયો અને SBIએ ડિજિટલ પેમેન્ટ્સને લઇને કરી પાર્ટનરશિપ

Update: 2018-08-03 04:22 GMT

જિયો પેમેન્ટ્સ બેંક પછી હવે એસબીઆઈ અને રિલાયન્સ જિયોએ તેમની ભાગીદારી આગળ વધારી છે. જિયો પેમેન્ટ્સ બેંક અને એસબીઆઇએ ડિજિટલ બેન્કિંગ, ધંધા અને નાણાકીય સેવાઓ માટે મહત્વની ડીલ ફાઇનલ કરી છે. આ સેવાઓ SBI દ્વારા લોન્ચ થયેલા ડિજિટલ બેન્કિગ એપ્લિકેશન YONO દ્વારા પૂરી પાડવામાં આવશે.

એસબીઆઇ YONO ઓમની ચેનલ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગ, કોમર્સ અને ફાઇનાન્સ સુપરસ્ટોર સર્વિસિઝ પૂરી પાડે છે. ભારતીય સ્ટેટ બેંક અને જિયોએ સાથે મળીને જિયો પેમેન્ટ્સ બેંકની શરૂઆત કરી છે. તેમાં જિયોનો 70 ટકા હિસ્સો છે અને બાકીના 30 ટકા હિસ્સો ભારતીય સ્ટેટ બેન્ક પાસે છે. જોકે, લાઇસન્સ મળ્યા પછી 2 વર્ષથી વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ તેનું સંચાલન હજુ સુધી શરૂ કરાયું નથી.

Yonoની ડિજિટલ બેંકિંગ સુવિધાઓ ગ્રાહકો માટે MyJio પ્લેટફોર્મ દ્વારા વધુ સારી બનાવવામાં આવશે. સ્ટેટ બેકના ચેરમેન રજનીશ કુમારે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે જિયો સાથે ભાગીદારીથી ઉત્સાહિત છીએ. તાલમેલના તમામ ક્ષેત્રો બંને માટે લાભદાયી છે અને SBIના ગ્રાહકો માટે ડિજિટલ સોફ્ટવેર સેવાઓ વધુ સારી ઉપલબ્ધ થશે. જણાવી દઇએ કે એસબીઆઇ YONOમાં ડિજિટલ સેવિંગ એકાઉન્ટ જેવી અનેક સુવિધાઓ મળે છે.

જિયો અને એસબીઆઇ ગ્રાહકોને જિયો પ્રાઇમથી લાભ થશે. જિયો પ્રાઇમ રિલાયન્સ રિટેલ, જિયો અને અન્ય ભાગીદારો બ્રાન્ડ્સ સાથે મોટી ડીલ ઓફર કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, SBIના ગ્રાહકોની સંખ્યા ખૂબ મોટી છે. જિયો પોતાના અને એસબીઆઇના ગ્રાહકોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે ડિજિટલ સર્વિસઝનો ઉપયોગ કરશે.

 

Tags:    

Similar News