જુનાગઢ : સરકારી સહાયના ઓનલાઈન ફોર્મ માટે ભેસાણ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો એકઠા થયા, જુઓ પછી શું થયું..!

Update: 2020-10-01 10:45 GMT

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાની અંગે સરકાર દ્વારા મળતી સહાય માટેના ઓનલાઈન ફોર્મની કામગીરી અંગે ભેસાણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ખેડૂતો એકઠા થયા હતા. જોકે કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળના કારણે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ભેસાણ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરકારના નિયમ મુજબ ટેકાના ભાવની મગફળી તેમજ ખેડૂતોને ખેતીમાં થયેલા નુકશાની અંગે સહાય માટે ઓનલાઈન ફોર્મની કામગીરી ગુરુવારથી શરૂ કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી જ ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા. જોકે તાલુકા વીસીઇ યુનિયન કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ ઉપર ઉતરી જતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઉપરાંત જ્યાં સુધી ઓપરેટરોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રખાતા પોતાના કામે ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા ખેડૂતો હેરાન પરેશાન થયા હતા. જોકે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભેસાણ ગામના સરપંચ દ્વારા ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી હતી.

Tags:    

Similar News