ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું નિધન

Update: 2019-09-23 11:14 GMT

એક સીરિઝમાં 400થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર હતા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું સોમવાર સવારે હાર્ટ એટેક આવતાં મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દુ:ખદ નિધન થયું હતું. આપ્ટેના પુત્ર વામન આપ્ટેએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, સવારે 6:09 મીનિટે માધવ આપ્ટેએ અંતિમ શ્વાસ લીધા હતાં.

માધવ આપ્ટે ભારત માટે 7 ટેસ્ટ મેચ રમ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે અનોખા રેકોર્ડ છે. માધવ આપ્ટેએ એક ટેસ્ટ સિરીઝમાં 400થી વધુ રન બનાવનાર પહેલા ભારતીય ઓપનર બેટ્સમેન બન્યા હતા. તેમણે 1953માં વેસ્ટઇન્ડીઝ પ્રવાસે 460 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 163* હતો. માધવ આપ્ટેએ 7 ટેસ્ટ મેચ જેટલી ક્રિકેટની કારકીર્દીમાં 49.27ની સરેરાશથી 542 રન બનાવ્યા હતા, જ્યારે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં તેમણે 67 મેચોમાં 38.79ની સરેરાશથી 3336 (6 સદી અને 16 અડધી સદી) રન બનાવ્યા હતા.

Tags:    

Similar News