ટ્રેનોમાં સ્વચ્છતા વધારવા રેલવે મંત્રાલય ની નવી યોજના,પેસેન્જર ટ્રેનમાં રેંકિંગ સિસ્ટમ શરુ કરશે

Update: 2017-01-24 06:58 GMT

હજારો મુસાફરો માટે યાત્રાનું આદર્શ માધ્યમ ગણાતી ટ્રેનને યાત્રીઓની સેવામાં વધુ સ્વચ્છ અને સુદ્રઢ બનાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. અને હવે પેસેન્જર ટ્રેનોને પણ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. અને તે માટે ટ્રેનમાં રેંકિંગ સિસ્ટમ થકી સ્વચ્છતા અંગેનો માપદંડ નક્કી કરવામાં આવશે.

આ બાબતે ટૂંકમાં રેલવે દ્રારા તમામ ઝોનલ રેલવે મેનેજર અને ડીઆરએમને આ અંગેના ધારા ધોરણોની માર્ગદર્શિકા મોકલવામાં આવશે. રેલવેએ જાહેરાત કરી છે કે દુરન્તો શતાબ્દી અને રાજધાની જેવી સુપર ફાસ્ટ ટ્રેનોમાં સફાઈનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનને પણ આ યોજનાની માર્ગદર્શિકા આઇઆરટીસીએ મોકલાવી છે. અગાઉના સ્વચ્છ રેલવે સ્ટેશનના સર્વેમાં આ વખતે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો ડેટા પણ રેકિંગમાં સામેલ કરાશે.

આઇઆરટીસી બહારથી ટ્રેનની સ્વચ્છતા, પેન્ટ્રીકાર, બેઠક વ્યવસ્થા, બેડરોલ, પીલો કચરાપેટી, લંચ ડિનરના વાસણો ટ્રેનની લાઈટ, સહિતના સાધનો અને વસ્તુઓ કેટલી સ્વચ્છ છે તે મુસાફરો પાસેથી જાણવાનો પ્રયાસ કરાશે.

 

Similar News