ડચકા ખાતુ સર્વર બે દિવસ ટેકનિકલ કારણો સર બંધ રહેશે

Update: 2016-06-03 07:10 GMT

BE સહિત વિવિધ ઓનલાઈન પ્રવેશ ની પ્રક્રિયા ખોરવાશે

ડિગ્રી ઈજનેરી પ્રવેશ અંગે ની કામગીરી ઓનલાઈન કરીને વિદ્યાર્થી ઓ માટે સગવડતા રૂપ સિસ્ટમ વિકસાવવામાં આવી છે પરંતુ સર્વર પણ છાશવારે રિસાઈ જતું હોય તેમ ખોટકાતુ રહે છે, અને એડમીશન ની કામગીરી ખોરંભે ચઢી રહી છે,ત્યારે હવે વધુ બે દિવસ ટેકનીકલ કારણોસર સર્વર બંધ રેહવાનું છે.

કેન્દ્રના એનઆઈસી સર્વર હેઠળ થતા મોટા ભાગ નાં કોર્સ માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કામગીરી કરવામાં આવે છે.જોકે તારીખ 4 અને 5મી જુને ટેકનિકલ કારણોસર એનઆઈસી સર્વર બંધ રેહનાર છે.જેથી રાજ્ય માં BE તથા ગુજરાત યુનિવર્સિટી નાં કોમર્સ સહિત નાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બે દિવસ માટે બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે.

જોકે આ બે દિવસ બંધ રેહનાર પ્રવેશ ની કામગીરી સામે વધારાના બે દિવસ ફાળવવા માં આવશે કે નહિ તેવી કોઈજ સ્પષ્ટતા એસીપીસી દ્વારા કરવામાં આવી નથી.

Similar News