ડાંગ : અંજનકુંડ ગામે દીપડાએ કર્યો હુમલો, આધેડે સ્વબચાવમાં લાકડીના સપાટા મારતા દીપડાનું મોત

Update: 2020-02-28 15:21 GMT

ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજમાં લાગુ અંજનકુંડ ગામમાં ખુંખાર દીપડાએ ઘુસી જઈ આદિવાસી ઈસમ ઉપર હુમલો કરતા સ્વબચાવ માટે આદિવાસી ઇસમે ખુંખાર દીપડાના માથાનાં ભાગે લાકડીના સપાટા મારતા ઘટના સ્થળે દીપડાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજના અંતરીયાળ જંગલ વિસ્તારમાં આવેલ

અંજનીકુંડ ગામે મોડી સાંજે શિકારની શોધમાં આમતેમ ભટકતો ખુંખાર દીપડો ઘસી આવ્યો હતો, તે અરસામાં અંજનીકુંડ ગામની

લગોલગ એક સ્થળે પાળતુ બકરાઓનું ટોળુ દીપડાની નજરે ચડ્યું હતું. બકરાઓનાં

ટોળાની પાછળ ખુંખાર દીપડો દોડતાની સાથે જ ભારે પશુપાલકે બુમાબૂમ કરી હતી. તે દરમ્યાન અંજનકુંડ

ગામના રહેવાસી 55 વર્ષીય લક્ષ્મણ બરડે ઉપર અચાનક ખુંખાર દીપડાએ હુમલો કરી

ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનાવતા સ્વબચાવ માટે લક્ષ્મણ બરડેએ દીપડાના માથાના ભાગે લાકડાનાં સપાટા મારતા ઘટના

સ્થળે જ દીપડાનું પ્રાણ પંખેરૂ ઉડી જતાં મોત નીપજ્યું હતું.

સમગ્ર બનાવની જાણ ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના ડી.સી.એફ. દિનેશ રબારી તથા ગલકુંડ રેંજ

આર.એફ.ઓ. મજુંલા ઠાકરેને થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે

દોડી આવી હતી. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ લક્ષ્મણ બરડેને સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં

ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનું પી.એમ. કર્યા બાદ નિયમો અનુસાર અંતિમક્રિયા કરી વધુ તપાસ

હાથ ધરી છે. આ મામલે ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના ડી.સી.એફ. દિનેશ રબારી જોડે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ગલકુંડ રેંજમાં સમાવિષ્ટ અંજનકુંડ ગામે સ્વબચાવનો

પ્રયત્ન કરી રહેલ આદિવાસી આધેડ દ્વારા દીપડાના માથાના ભાગે કોઈ નાજુક જગ્યાએ લાકડીનો સપાટો વાગી જતાં ઘટના સ્થળે

દીપડાનું મોત નીપજ્યું હતું. જેની વન વિભાગની ટીમે ઘટના સ્થળે જઈ

પંચનામું સહિત પૃષ્ટિ કરી હતી. જેમાં આધેડે જાણી જોઈને દીપડાનું મોત

નિપજાવેલ નથી તેવું બહાર આવ્યું હતું.

Tags:    

Similar News