દહેજના લખીગામમાં બુટલેગરોની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ આપ્યું કલેકટરને આવેદન

Update: 2018-07-16 15:04 GMT

બે દિવસ પહેલા દહેજ ખાતે એક બુટલેગરે ગામના એક યુવાન ઉપર હુમલો કરી મારમારતા ગ્રામજનોમાં ભારે રોષ ઉભો થયો છે. બુટલેગરોની દાદાગીરી સામે ગ્રામજનોએ આજે જિલ્લા કલેકટરને આવેદન આપી લખીગામની આસપાસ ચાલતા દારૂના અડ્ડા અને ભટ્ઠીઓ બંધ કરાવવાની માંગણી કરી હતી.

લખીગામના લોકોએ જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ દારૂની બદી ખૂબ વધી ગઇ છે. બુટલેગરો બેફામ બની દારૂનું વેચાણ કરે છે. આ અંગે ગ્રામજનોએ દહેજ પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાં પણ પોલીસ કોઇ કામ કરતી નથી. લખીગામના સંજય ગોહિલ નામના યુવાને દારૂના ચાલતા અડ્ડાઓને બંધ કરાવવા માટે પોલીસને જાણ કરતા કેટલાક બુટલેગરોએ સંજય ગોહિલ ઉપર હુમલો કરી તેને મારમાર્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસ વડાને પણ રજુઆત કરી હતી. જેમાં દહેજ પોલીસે તેમના જવાબોલેવાની કવાયત હાથ ધરી હતી. આ જવાબો દબાણ કરી પોલીસે પોતાની તરફેણમાં લીધા હોવાનો આક્ષેપ પણ આવેદનમાં કરાયો છે. દારૂની બદીના કારણે ગામમાં અશાંતિનું વાતાવરણ ઉભું થાય છે. જેના કારણે દારૂની બદી દૂર કરવામાં આવે તેવી માંગ લખીગામના લોકોએ ઉઠાવી છે.

 

Tags:    

Similar News