દિલ્હી : રાજેશ ભારતી સહિત ૪ ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં ઠાર : ૬ પોલીસ ઘાયલ

Update: 2018-06-09 11:36 GMT

રાજેશ ભારતી દિલ્હી-એનસીઆરનો કુખ્યાત ગુંડો હતો. અન્ય રાજ્યોમાં પણ તેના નામે ઘણાં કેસ નોંધાયેલા હતા

સાઉથ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શનિવારે પોલીસ અને બદમાશોની વચ્ચે એન્કાઉન્ટર થયું. આ દરમિયાન ૫ બદમાશોને ગોળી વાગી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના ૪ બદમાશોના મોત થયા. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા બદમાશોમાં ગેંગસ્ટર રાજેશ ભારતી પણ સામેલ છે. પોલીસે તેના માથે ૧ લાખનું ઈનામ રાખ્યું હતું.

મળતી જાણકારી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશલ સલને ગુપ્ત સૂત્રોથી જાણકારી મળી હતી કે રાજેશ સાથીઓની સાથે છતરપુર વિસ્તારમાં મોટી ઘટનાને અંજામ આપવા આવ્યો છે. પોલીસને સૂચના મળી હતી કે રાજેશ ભારતી ગેંગ સાથે મોટી ઘટનાને અંજામ આપવા છતરપુર આવવાનો છે.તેને લઈને પોલીસે પહેલા જ ટ્રેપ ગોઠવીને રાખી હતી. ત્યારબાદ રાજેશ ભારતીના ઠેકાણા પર પોલીસે છાપામારી શરૂ કરી દીધા.

[gallery data-size="large" td_select_gallery_slide="slide" ids="51296,51297,51298,51299,51300,51301"]

બીજી તરફ, પોલીસને જોતા જ રાજેશ ભારતીએ ફાયરિંગ શરૂ કરી દીધું. તેની પર પોલીસે પણ જવાબ આપવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું. એન્કાઉન્ટરમાં ભારતી ગેંગના પાંચ બદમાશોને ગોળી વાગી, જેમાંથી રાજેશ સહિત ૪નું મોત થઈ ચૂક્યું છે, જ્યારે એક બદમાશ ઘાયલ છે.

ઉલ્લેખનીય છે કે, રાજેશ ભારતી દિલ્હી-એનસીઆરનો કુખ્યાત બદમાશ હતો. બીજા રાજ્યોમાં પણ તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. તેના માથે ૧ લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા તે હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.

Tags:    

Similar News