દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને નીતિન પટેલે કરી મોટી જાહેરાત

Update: 2020-11-06 12:21 GMT

કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં સરકારી અધિકારીઓને મોંઘવારી ભથ્થુ ચુકવાયું ન હતુ. છેલ્લા 6 મહિનાથી મોંઘવારી ભથ્થું નથી ચુકવાયું ત્યારે દિવાળી નિમિત્તે સરકારી અધિકારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવશે.

કોરોનાની મહામારીને કારણે અનેક કામ અટવાયા હતા. ભારત સરકારના  નિયમ મુજબ 5 ટકા ભથ્થુ કર્મચારીઓને ચુકવાશે. 6 મહિનાનું મોંઘવારી ભથ્થું બાકી હતુ, રુા. 464 કરોડ  ને ખર્ચે 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચુકવાશે. વર્ગ ચારના અધિકારીઓને રૂા. 3500નું બોનસ મળશે.

Tags:    

Similar News