દેશની પ્રથમ ડેમુ ટ્રેનનું પ્રભુએ કરાવ્યુ પ્રસ્થાન

Update: 2017-07-15 12:08 GMT

દેશની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી ડેમુ ટ્રેનને દિલ્હીના સફદરગંજ સ્ટેશન થી રેલવે મંત્રી સુરેશ પ્રભુએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી રેલવે મંત્રી સુરેશ પ્રભુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌર ઉર્જા થી દોડતી દેશની પ્રથમ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU)ને દોડાવવામાં આવી હતી.

આ ટ્રેનની વિશેષતા જોઈએ તો ટ્રેનની બોગિયોમાં સૌર ઉર્જાના ઉપયોગથી રેલવેના ખર્ચ અને પ્રદુષણમાં ઘટાડો થશે, આ ટ્રેનમાં 10 કોચ છે, જેમાં 8 પેસેન્જર અને 2 મોટરના કોચ છે.ટ્રેનનાં 8 કોચ ઉપર 16 સોલર પેનલ લગાડવામાં આવી છે, દરેક પેનલ 300 વોટ વીજળી ઉત્પન્ન કરશે અને વર્ષે 21000 લીટર ડીઝલની પણ બચત થશે તેમ કહેવામાં આવી રહ્યુ છે.

Similar News