દ્વારકાના માછીમાર સાથે ફોન ઉપર મીઠી વાતો કરી ૧.૧૦ લાખ પડાવ્યા

Update: 2019-05-16 05:35 GMT

પોલીસની ઓળખ આપીને તેની પાસેથી રૂપિયા ૧.૧૦ લાખ પડાવ્યાનો કિસ્સો

પ્રૌઢને યુવતી સાથે વાતો કરવાના રૂપિયા ૧.૧૦ લાખ ભોગવવા પડ્યા

દ્વારકાના રૂપેણબંદરમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા પ્રૌઢ સાથે ફોન ઉપર મીઠી વાતો કરીને યુવતીએ ખંભાળિયા બોલાવ્યો હતો. જ્યાં તે બંન્નેવ વાતો કરતા હતા ત્યારે બે શખસોએ પોલીસની ઓળખ આપીને તેની પાસેથી રૂપિયા ૧.૧૦ લાખ પડાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા ઈશાભાઈ અબ્દુલભાઈ ઈસલાણી પ્રૌઢને ખંભાળિયાની મુસ્લિમ મહિલા આશીયાના નામની યુવતી ફોન ઉપર મીઠી વાતો કરીને અવાર નવાર મધુરતાથી વાર્તાલાપ કરી સ્ત્રીત્વનો લોભ આપી અને તેનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં પ્રૌઢને ખંભાળિયા મળવા માટે બોલાવ્યાં હતાં.

યુવતી અને પ્રૌઢ પોરબંદર રોડ ઉપર આવેલી મોટાપીરની દરગાહ નજીક આવેલા ઝાંળી વિસ્તારમાં બંને વાતો કરતા હતા ત્યારે મોટરસાઈકલમાં બે અજાણ્યા શખસો આવી અહીંયા શુ કામ ઉભા છો કહીને ધમકાવવા લાગ્યા હતાં. પ્રૌઢે તેની ઓળખ પૂછતા તે ખંભાળિયા પોલીસમાં હોવાનું જણાવીને એકનું નામ રાજભા જણાવ્યું હતું.

જ્યારે બીજાનું નામ જણાવ્યુ ન હતું. તેમજ પ્રૌઢ પાસેથી રૂપિયા ૨ લાખમાં પતાવટની વાત કરી હતી. બાદમાં રૂપિયા ૧ લાખમાં પતાવટ ફાઈનલ થતા પ્રૌઢ પાસે રહેલા રૂપિયા ૫ હજાર પડાવી લીધા હતાં.તેમજ તા. ૬ના રોજ રૂ. ૮૫ હજાર લીધા અને મોબાઈલ ઉપર સાહેબ સાથે વાત કરવાનું કહીને બાકીના રૂપિયા ૧૫ હજારના બદલે ૨૦ હજારની માંગણી કરી હતી. તેમજ અવાર નવાર ફોન કરીને ધમકાવી રૂપિયા 20 હજાર ખંભાળિયા આવીને કબ્રસ્તાન પાસે અજાણ્યા શખસને આપી દેવાનું કહેતા તે રૂપિયા આપી દીધા હતા. બાદમાં અવાન નવાર ફોન કરીને રૂપિયાની માંગણી કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News