નવસારી : એસઓજીએ ધરમપુરના સજનીબરડાથી દેશી બનાવટી બંદૂક બનાવતું કારખાનું ઝડપી પાડ્યું, બેની ધરપકડ

Update: 2019-05-07 04:33 GMT

શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારની સંખ્યા વધી રહી છે

નવસારી વલસાડ પોલીસ ના સંયુક્ત કામગીરી દરમિયાન વલસાડ ના ધરમપુર ખાતે થી ગેરકાયદેસર હથિયારો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું

ગેરકાયદેસર હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ નવસારી એસઓજી એ કરી વધુ પૂછ પરછ હાથ ધરી

નવસારી એસઓજી એ ધરમપુરના સજનીબરડાથી દેશી બનાવટની બંદૂક બનાવતું કારખાનું ઝડપી પાડી 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી

દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 5000 તથા હથિયાર બનાવવાના સાધનો મળી કુલ રૂપિયા 7500 નો મુદ્દામાલ સહીત 2આરોપી ની ધરપકડ કરી

શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારની સંખ્યા વધી રહી છે. પોલીસ ગુનેગારો ઉપર લગામ કસવા માટે કડક બનીને આવા ગેરકાયદેસર હથિયારો શોધવા પોતાના બાતમીદારો કામે લગાડી દરોડા પાડે છે. ત્યારે આજે નવસારી વલસાડ પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન વલસાડના ધરમપુર ખાતે થી ગેરકાયદેસર હથીયારો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે જયારે ગેરકાયદેસર હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ નવસારી એસઓજી એ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે.

નવસારી એસઓજી એ ધરમપુરના સજનીબરડાથી દેશી બનાવટની બંદૂક બનાવતું કારખાનું ઝડપી પાડી 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે નવસારી એસઓજીએ નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી એક ઈસમને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પડ્યા બાદ સમગ્ર ઘટના ધ્યાને આવી હતી. જેના આધારે નવસારી વલસાડ પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન વલસાડ ના ધરમપુર ખાતે થી ગેરકાયદેસર હથિયારો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું જેમાં એક દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 5000 તથા હથિયાર બનાવવાના સાધનો મળી કુલ રૂપિયા 7500 નો મુદ્દામાલ સહીત 2આરોપી ની ધરપકડ કરી હતી.

 

 

Tags:    

Similar News