નોટબંધી પછી બેંકમાં 25 લાખ કરતા વધુની રકમ જમા કરાવનાર લોકોને આયકર વિભાગની નોટિસ થી ફફડાટ

Update: 2017-11-29 07:12 GMT

નોટબંધી પછી બેંક એકાઉન્ટમાં 25 લાખ રૂપિયા કરતા વધારે જમા કરાવનારા અને નિર્ધારિત તારીખ સુધી રિર્ટન નહિ આપનાર 1.16 લાખ લોકો અને કંપનીઓને આયકર વિભાગે નોટિસ ફટકારી છે.

જોકે જે લોકોએ પહેલાથી ટેકસ રિર્ટન ભરી દીધુ હોય, પંરતુ બેંક એકાઉન્ટમાં મોટી રકમ જમા કરાવી હોય તેવા લોકોની પણ તપાસ શરુ કરવામાં આવી છે. આયકર વિભાગે નોટબંધી પછી 500 અને 1,000 રૂપિયાની 1.50 લાખ રૂપિયા કરતા વધારે નોટ જમા કરનાર લોકોની પણ તપાસ કરી છે.

આયકર વિભાગની તપાસને પગલે મોટી રકમ ખાતામાં જમા કરાવનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Similar News