પાટણ લૂંટ કેસમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની કરાઈ ધરપકડ

Update: 2017-08-29 06:06 GMT

પાટણમાં જાહેર સભા દરમિયાન પાસનાં કન્વીનર હાર્દિક પટેલ સહિતના આગેવાનો સામે લૂંટનો ગુનો દાખલ થયો હતો, જેમાં દિનેશ બાંભણીયાનું પણ નામ હતું, ત્યારે દિનેશ બાંભણીયા રાજકોટમાં આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી.

પાટણમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં આવેલા પાસના કન્વીનર નરેન્દ્ર પટેલને કોઈ કારણસર પાસના નેતા હાર્દિક પટેલના માણસોએ મારપીટ કરી સોનાના દોરાની લૂંટ કરી હોવાની ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે હાર્દિક સહિત છ શખ્સ સામે લૂંટનો ગુનો દાખલ થયો હતો. ગુનામાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ભક્તિનગર સર્કલ પાસે આવેલ મયુર પાર્ક માંથી દિનેશ બાંભણીયાની ધરપકડ કરી હતી.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ એચ.એમ.ગઢવીએ જણાવ્યું હતુ કે દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેને પાટણ પોલીસને સોંપવામાં આવશે.

 

Similar News